ખેરગામ તાલુકાના પણંજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત.

   

ખેરગામ તાલુકાના પણંજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત.

 ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને અધિકારીગણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્યકક્ષાએ ભ્રમણ કરી જનકલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ  કાર્યક્રમમાં સરકારની લોકો માટેની કલ્યાણકારી  યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.

મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજુ કરી સરકાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ  સહિત  હોદ્દેદારો, આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Post a Comment

0 Comments