વેણ ફળિયાની દીકરી ડૉ. નિધિ પટેલને અભિનંદન.

 

વેણ ફળિયાની દીકરી ડૉ. નિધિ પટેલ ડોકટર બની વેણ ફળિયાનું નામ રોશન કર્યું જે વેણ ફળીયા માટે ગૌરવની બાબત છે. 
Proud of you
 Dr.Nidhi Manojbhai Patel

ડૉ. નિધિ મનોજભાઈ પટેલ ખેરગામ વેણ ફળિયાના વતની છે. તેમનું ધોરણ ૧ થી ૫નું પ્રાથમિક શિક્ષણ વાવ ગામની રાઘવા ફળિયા પ્રાથમિક શાળા તથા ધોરણ ૬થી૮નું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ખેરગામની કન્યા શાળામાં મેળવ્યું છે, જ્યારે માધ્યમિક શિક્ષણ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં મેળવ્યું છે.
પ્રાથમિક ધોરણથી અભ્યાસમાં હોશિયાર ડૉ. નિધિ પટેલ માધ્યમ વર્ગ પરિવારમાં ઉછેર થયો છે. પિતા પ્રથમ હીરા ઘસવાનો વ્યવસાય કરતા હતા ત્યાર બાદ હાલ સુમુલ દાણ ફેકટરીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.તેમના બે સંતાનો  ડૉ.નિધિ પટેલ અને કૃણાલ પટેલ પૈકી નિધિ મોટી છે. ડૉ.નિધિ પટેલના કેરિયર પાછળ જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ પટેલના પરિવારનો સિંહ ફાળો રહ્યો છે.

      આ લેખ પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ છે. જે વાલીઓને પ્રાથમિકથી ખાનગી શાળાનો મોહ રહ્યો છે. જેમને પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા હોય તેઓ ખાનગી શાળામાં મોંઘીદાટ ફી ભરી અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે.
જો બાળકનો પાયો મજબૂત હશે તો બાળક ક્યાંય પાછળ ન પડે.જે નિધિ પટેલે સરકારી શાળામાં અભ્યાસ કરી સાબિત કરી બતાવ્યું કે ખાનગી શાળામાં જ બાળકને મૂકવાથી બાળક હોશિયાર નથી થતું. બાલમંદિરથી જ ખાનગી શાળાનો મોહ રાખતા વાલીઓ માટે  માટે ડૉ.નિધિ પટેલ એક ઉદાહરણરૂપ છે.
 

Post a Comment

0 Comments