ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ સમાન ‘‘ગરબા’’ હવે વૈશ્વિક ફલક પર, વલસાડમાં જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો.

 

આ કાર્યક્રમમાં કપરાડાના ઈ.એમ.આર.એસ. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વેણ ફળિયાની મેઘા શાંતિલાલ પટેલે ભાગ લીધો હતો.

ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ સમાન ‘‘ગરબા’’ હવે વૈશ્વિક ફલક પર, વલસાડમાં જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો. 

જાહેરાતની ઉજવણી પ્રસંગે વલસાડની વિવિધ શાળા અને ગૃપ દ્વારા ગરબાની સાથે વિવિધ નૃત્યો પણ રજૂ કરાયા હતાં.

જેમાં કપરાડાના ઈ.એમ.આર.એસ. હાઈસ્કૂલ દ્વારા પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો, આરતી પાંડે અને તેમની ટીમ દ્વારા દેશભક્તિ અને મરાઠી નૃત્ય, બામટીની આદર્શ નિવાસી શાળા દ્વારા આદિવાસી નૃત્ય અને કામાક્ષી એન્ડ ગૃપ દ્વારા નટરાજ કિર્તનમ નૃત્ય રજૂ કરાયુ હતું.


બૉત્સ્વાના ખાતે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકેની જાહેરાતનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. 


Post a Comment

0 Comments