Khergam : નાંધઈ પ્રાથમિક શાળામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

  

Khergam : નાંધઈ પ્રાથમિક શાળામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

તારીખ : ૨૧-૦૨-૨૦૨૪નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રંગલો- રંગલી નાં પાત્ર દ્વારા રમૂજી સંવાદો દ્વારા ગુજરાતી માતૃભાષા ગૌરવને બિરદાવતા વિવિધ નાટકો દ્વારા બાળકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું.
નાટકો દ્વારા બાળકોને સાચા અર્થમાં માતૃભાષાનું મહત્વ જાણવા મળ્યું હતું. બાળકોને ગુજરાતી ભાષાની વિવિધતા જોવા મળી હતી. નાટકો, ગીતો અને રમૂજી સંવાદો દ્વારા વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. બાળકો દ્વારા બધી જ પ્રવૃત્તિઓ ભાવસભર રીતે રજૂ કરી હતી. 
શાળાનાં આચાર્યશ્રી જીતુભાઈ પટેલ દ્વારા માતૃભાષાનું મહત્ત્વ સમજાવી ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Post a Comment

0 Comments