Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો.
તારીખ :૦૮મી માર્ચ ૨૦૨૪થી ૧૦મી માર્ચ ૨૦૨૪ દરમ્યાન ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો હતો.નાંધઈ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
ઔરંગા નદીના તટે આવેલા નાંધઈના પૌરાણીક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મેળામાં ત્રણ દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. આ મેળામાં નાની મોટી રાઇડસ્ જોવા મળી હતી. તેમજ નાના નાના છૂટક વેચાણ કરતા ફેરિયાઓથી લઈને મીઠાઈ, કપડાં, ઠંડા પીણાઓ, કટલરી, ઘરવખરીનો સામાન, રમકડાંની દુકાનો પર ભીડ જોવા મળી હતી.
મેળા જવા માટે બીલીમોરા, વલસાડ અને ધરમપુર દ્વારા વધારાની બસોની ફાળવણી પણ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
0 Comments