Nvasari: માનનીય નવસારી કલેકટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં આગામી ચોમાસાની ઋતુ-2024ને ધ્યાને લઈ પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેશ મિટીંગનું આયોજન કરાયું.

  Nvasari: માનનીય નવસારી કલેકટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં આગામી ચોમાસાની ઋતુ-2024ને ધ્યાને લઈ પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેશ મિટીંગનું આયોજન કરાયું.


માનનીય નવસારી કલેકટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે તારીખ ૧૫-૦૫-૨ ૦૨૪નાં દિને વર્ષાઋતુ-2024 પ્રિ-મોનસુન કામગીરીના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. જે અન્વયે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. વર્ષાઋતુ અગાઉ કરવાની કામગીરી જેમકે બચાવ અને રાહત કામગીરી, ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ-સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, એસ.આર.પી. ટીમની સજજતા,વિવિધ વોકળા- નદીપટની સફાઈ, પશુઓને ઘાસચારો વગેરે વિષે ચર્ચા કરવામાં આવી હતી.

તદુપરાંત વર્ષામાપક યંત્રનુ મેન્ટેનન્સ તથા ડેમ-કેનાલ વગેરેના દરવાજાની ચકાસણી અને સફાઇ કરવા, જરૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ફલ્ડ કંટ્રોલ યુનિટ, સાવચેતી અંગેના સંદેશા ગ્રામ્ય કક્ષા સુધી તાત્કાલિક પહોંચે તેમજ ગ્રામ્ય કક્ષાથી જરૂરી સંદેશાઓ પહોંચાડવા સંદેશાવ્યવહારના સાધનોના અદ્યતન સેટ-અપ, કોઝવે પર સાઈન માર્ક કરવા, નિચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાઓની યાદી તૈયાર કરી વ્યવસ્થા કરવા, ડી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીના તૂટેલા તાર-જોખમી ઝૂકેલા વીજ પોલ નિકાલની કામગીરી, આવશ્યક મટીરીયલ, રસ્તા બંધ થતાં વૃક્ષો હટાવવા-કાપવાના સાધનો, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર-હોસ્પિટલો ખાતે સાધનો-દવાઓ, કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, માનવબળ વગેરે વિષે ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. 

જેમાં નવસારી જિલ્લાના વિવિધ વિભાગના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments