Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો.
તારીખ :૨૩-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો હતો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી દ્વારા આ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ખાતે યોજાયો હતો.
જેમાં તોરણવેરા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાએ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તેમજ તેમણે પાંચ વર્ષ સુધીનાં બાળદેવોને પોલિયોનાં ટીપાં પીવડાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આમ તો ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જે વાત સરકારશ્રી દ્વારા દેશના નાગરિકોને ધ્યાને લાવેલ છે. તેથી આપના બાળકને દર વખતે પોલિયોના ટીંપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.
0 Comments