Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

  Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

તારીખ : 26-06-2024નાં દિને  શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને રાજેશભાઈ પટેલ તેમજ શાળાનાં એસ.એમ.સીનાં સભ્યોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

 સરળ, સૌમ્ય સ્વભાવના અને શિક્ષણમાં વિશેષ રુચિ ધરાવનાર અઘિકારીશ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ સુંદર શૈક્ષણિક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આજના આ  કાર્યક્રમમાં પોલીસ અને શિક્ષણનો સમન્વય જોવા મળ્યો હતો. સાહેબશ્રી દ્વારા તમામ બાળકોને પ્રશ્ન પૂછી ભવિષ્યમાં કેટલા બાળકો પોલીસ બનવા માંગે છે? તેના જવાબ મેળવવા આવ્યા હતા. નાના ભૂલકાઓ નિર્દોષ ભાવે આંગળીઓ ઉંચી કરી હતી. આ અનુલક્ષીને તમામ બાળકોને શાળામાં નિયમિત આવવા, નિયમિત અભ્યાસ કરવા બાબતે બાળકોને સહજ શૈલીમાં વાત રજૂ કરવામાં આવી હતી. 

ત્યાર બાદ બંને શાળાનાં એસ.એમ.સીના સભ્યોની ગૃપ મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં  શાળાનાં આચાર્ય સહિત દરેક સભ્યોની પરિચય અને કામગીરી બાબતે પૃરછા કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી પાસેથી શાળા રીપોર્ટ કાર્ડ, વાર્ષિક પરીક્ષાનું પરિણામનું રેન્ડમલી ચકાસણી, એકમ કસોટી ચકાસણી, જેવા જરૂરી દફતરની ચકાસણી કરવામાં આવી હતી. એસેમસીનાં સભ્યોને શાળામાં તેમની શું ફરજ છે તે બાબતે પૂછવામાં આવ્યું હતું. આરોગ્યના કર્મચારીઓ પણ વર્ષમાં શાળામાં કેટલી મુલાકાત લો છો તેની માહિતી મેળવવામાં આવી હતી.  આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાહેબશ્રી દ્વારા આમળાંનાં વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં શ્રી જીગરભાઈ એન પટેલ (ARSVE, khergam), રીટાબેન ( સ્પેશિયલ એજ્યુકેટર, વિકલાંગ ખેરગામ), ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ તથા રાજેશભાઈ પટેલ, વલસાડ માહિતી ખાતામાં ફરજ બજાવતા મહેશભાઈ પટેલ, આંગણવાડીનાં કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, શાળાનાં શિક્ષકો તથા બાળકો, એસ.એમ.સીના અધ્યક્ષ સહિત તમામ સભ્યો,વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



















Post a Comment

0 Comments