ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં દિવાળી પર્વને અનુલક્ષીને વિવિધ સ્પર્ધા યોજાઇ.


ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં દિવાળી પર્વને  અનુલક્ષીને વિવિધ સ્પર્ધા યોજાઇ.

ખેરગામ તાલુકાની શામળા ફળિયા  સ્થિત  પ્રાથમિક શાળામાં આજરોજ દિવાળી  પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ  સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું  હતું. દિવાળી શુભેચ્છા કાર્ડ અને રંગોળી  સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઇ પોતાનામાં રહેલી આવડત, કૌશલ્યને બાલવાટિકાથી લઇને ધો.૮ સુધીના બાળકોએ પ્રગટ કર્યા હતા. બાળકોને સ્પર્ધા માટે પ્રોત્સાહિત કરી શાળાના શિક્ષકોએ દિવાળી પર્વનાં મહત્વની સમજૂતી આપી સુરક્ષિત દિવાળી ઉજવણી કરવાની શુભેચ્છા પાઠવી હતી.







Post a Comment

0 Comments