ખેરગામના આછવણી રામેશ્વર મંદિરે કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું.

 

 ખેરગામના આછવણી રામેશ્વર મંદિરે કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું.

ખેરગામ 

ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રમુખ પરેશ દેસાઈનાં અધ્યક્ષ સ્થાને ખેરગામના આછવણી ગામના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા કક્ષાનાં કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. 

મિલેટ્સ મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખડૂતોને માર્ગદર્શન આપાયું હતું. કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાની ચણા બિયારણ કિટના ૬૫ લાભાર્થીઓને રૂપિયા ૨.૩૪ લાખ, તાડપત્રીના ૨૬ લાભાર્થીઓને રૂપિયા ૦.૫૪ લાખ, કેરેટના ૨૫ લાભાર્થીઓને રૂપિયા ૦.૫૫ લાખનું વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરાયું હતું. 

આ પ્રસંગે તા.પં.પ્રમુખ રાજેશ પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશ ખાંડાવાલા, તાલુકાના સંગઠન પ્રમુખ ચુનીભાઈ પટેલ, પંચાયત સદસ્ય ભીખુ આહિર, પૂર્વ તા. પ્રમુખ સંપત પટેલ તેમજ સંગઠનના હોદેદારો સહિત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments