ખેરગામમાં માનનીય સાંસદશ્રી સી.આર. પાટીલ દ્વારા દિવાળી નિમિત્તે ૧૬૦ બહેનોને આપવામાં આવેલ સાડી-ઘડિયાળની ભેટ.

 

ખેરગામમાં  માનનીય સાંસદશ્રી સી.આર. પાટીલ દ્વારા દિવાળી નિમિત્તે ૧૬૦ બહેનોને આપવામાં આવેલ સાડી-ઘડિયાળની ભેટ.

 નવસારી લોકસભા બેઠકના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમના મતવિસ્તાર ખેરગામ તાલુકામાં આંગણવાડી, આશાવર્કર અને હેલ્પર બહેનોને દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સાડી તેમજ દીવાલ ઘડિયાળની ભેટ આપવામાં આવી હતી, જે કાર્યક્રમ નાંધઇ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. 

તાલુકાની ૧૬૦થી વધુ બહેનોને જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ અમિતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ, મહામંત્રી શૈલેશભાઈ ટેલર, સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય તેમજ આંગણવાડી વિભાગની બહેનોએ સહર્ષ ભેટ સ્વીકારી આનંદની લાગણી સાથે પ્રદેશ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments