News update Navsari : cyber crime police station

 

 

નવસારીમાં સાઈબર ક્રાઈમનું અલાયદું પોલીસ સ્ટેશન શરૂ કરાતાં પ્રજાને રાહત.

નવ નિર્મિત ટ્રાફિક ભવનનું લોકાર્પણ સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયું.

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ બનાવવામાં આવેલા ટ્રાફિક ભવનના લોકાર્પણ નવસારી સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેંજ આઈ.જી. તેમજ જિલ્લા પોલીસવડા અને રાજકીય આગેવાનો સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી તૈયાર થઇને લોકાર્પણની રાહ જોઈ રહેલા ટ્રાફિક ભવનને આજે વિધિવત લોકાર્પણ સમારોહ યોજીને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર. પાટીલે ટ્રાફિક ભવનને રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું. આજે વિધિવત ખુલ્લા મુકાયેલા ટ્રાફિક ભવનમાં નવા સાઇ બર કાઈમ પોલીસ સ્ટેશનને પણ આ ભવનમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં લૂંટારુઓ લૂંટીને ચાલ્યા જતા હતા, પરંતુ આજના ડિજિટલ યુગમાં હવે વિવિધ તરકીબો અજમાવીને સાઇબર ક્રાઈમના કેસો નોંધાઈ રહ્યા છે. જેને લઈને ખુલ્લા મુકાયેલા ભવનમાં એક અલાયદું

પોલીસ સટેશન શરૂ કરીને આમ પ્રજાને સાઇબર ક્રાઈમથી થતા આર્થિક નુકસાનીથી રાહત મળવાની આશા સેવી હતી. આજના સમારોહમાંજિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, નવસારી-જલાલપોર અને ચીખલીના ધારાસભ્યો હાજર રહ્યા હતા.


સાઇબર ક્રાઇમ દ્વારા રૂ. ૧૨ કરોડના ગુના પૈકી ૮ કરોડ રિકવર થયા

રેંજ આઇ.જી. વી. ચંદ્રશેખરે ખુલ્લા મુકાયેલા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની તાતી જરૂરિયાત હોવાનું ભારપૂર્વક જણાવીને સાઇબર ક્રાઇમ દ્વારા રૂપિયા ૧૨ કરોડના ગુનાઓ નોંધાયા હતા. તેને યોગ્ય રીતે હલ કરીને રૂપિયા ૮ કરોડની રિકવરી કરવામાં સફળતા મળી હતી. તે અંતર્ગત રૂપિયા ૪ કરોડ સાઇબર ક્રાઇમ હેઠળ ગુમાવેલા શખ્સોને પરત કરવામાં નોંધપાત્ર યોગદાન પૂરું પાડયું હતું. ત્યારે આવનારા સમયમાં છેતરાતી પ્રજાને જલ્દીથી ન્યાય મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.



Post a Comment

0 Comments