વાંસદા વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલનો અયોધ્યા શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે હાર્દિક શુભકામનાઓ.

🌎 Nareshbhai Patel MLA GANDEVI Instragram PROFILE  

🌎NARESHBHAI PATEL FACEBOOK  


🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

રામજી મંદિર ખેરગામ તારીખ :૨૨-૦૧-૨૦૨૪








આજે જ્યાં જૂઓ ત્યાં રામનામનો જયનાદ છે. જય જય શ્રીરામનો ઉદ્ઘોષ છે. 
ખેરગામના રામજી મંદિર ખાતે પણ સમગ્ર દેશની જેમ જ દિપોત્સવ છે. 
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રામભક્તો સાથે પ્રભુદર્શન કરી ધન્યતા અનુભવી.
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

ચિખલી ખાતે  રામજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત. તા.૨૨-૦૧-૨૦૨૪










આજે સમસ્ત જગતની જેમ જ મારું ચીખલી પણ રામમય છે.
પ્રભુના વધામણા માટે જનજનમાં અદમ્ય ઉત્સાહ છે.
ખૂબ વિશાળ જનમેદની વચ્ચે, જિલ્લાના આગેવાનો, મહંત શ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે #राम_का_भव्य_धाम નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ LIVE નિહાળી ધન્યતા અનુભવી.

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

 હનુમાન મંદિર રૂમલા





આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના આહ્વાન પર પ્રભુ શ્રી રામના વધામણા કરવા માટે સમગ્ર દેશ એકજૂટ થઈ #SwacchTeerth અભિયાન ચલાવી રહ્યો છે ત્યારે,  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે હનુમાનજી મંદિરની સફાઈ કરી, પ્રભુદર્શનનો લ્હાવો લઈ સૌના કલ્યાણની કામના કરી હતી.

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

 મજીગામ મલ્લિકાર્જુન મહાદેવ મંદિરની સાફસફાઈ.






આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના આહ્વાન પર પરમાત્મા પ્રભુ શ્રી રામના આગમન માટે સમગ્ર દેશ #SwacchTeerth અભિયાનમાં જોડાઈ ગયો છે ત્યારે, આજરોજ ચીખલી તાલુકાના મજીગામ ખાતે પૌરાણિક શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિરની સાફસફાઈ કરી તથા ત્યારબાદ મહાદેવના પૂજન અર્ચન સાથે સૌના કલ્યાણની મનોકામના કરી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

ચીખલી તાલુકાના તેજલાવ ગામે રામજી મંદિરની સાફસફાઈ.









આદરણીય વડાપ્રધાન શ્રી #Narendra Modi સાહેબના આહ્વાન પર આપણાં પ્રભુ શ્રી રામજીના વધામણા કરવા સમગ્ર દેશ મંદિરોની સ્વચ્છતા માટે એકજૂટ થઈ ગયો છે.
આજરોજ ચીખલી તાલુકાના તેજલાવ ગામ ખાતે ગ્રામજનો સાથે શ્રી રામજી મંદિરની સફાઈ કરી ત્યારબાદ પ્રભુના પૂજન અર્ચન કર્યા.
આ પ્રસંગે મારી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંદિરમાં પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

બગદાણા ખાતે બાપા સીતારામ મંદિરે પૂજા અર્ચના કરી.





જય બાપા સીતારામ 

બગદાણા ખાતે બાપા સીતારામ મંદિરે  ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી તેમજ પરિવારજનો સાથે  ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી અને સૌના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી.

-------------------------------------------------------------------

ગણદેવીના સરીબુજરંગ ગામ ખાતે ધારા સભ્યશ્રી નરેશભાઇ પટેલ  "અગ્નિ મા અને સિન્ધવૈ માના" નવનિર્મિત મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા અન્વયેની શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા.







આજરોજ  તારીખ ૨૩-૦૧-૨૦૨૪ નાં દિને ગણદેવી તાલુકાના લુસવાડા સરીબુજરંગ ગામ ખાતે શ્રી અગ્નિ મા અને સિન્ધવૈ માના નવનિર્મિત મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા અન્વયેની શોભાયાત્રામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન-પૂજનનું ધન્યભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે, માતાજી પાસે સૌના કલ્યાણની કામના કરી.


-*-*-*-*-*-*-*-*-*-


તારીખ : ૨૩-૦૧-૨૦૨૪નાં દિને  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે વાડ ગામે શ્રી બાપા સીતારામ મઢુલી, ઝાડી ફળિયા ખાતે સફાઈ કરી, 




આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના આહ્વાન પર #SwachhTeerth અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકાના વાડ ગામે શ્રી બાપા સીતારામ મઢુલી, ઝાડી ફળિયા ખાતે સફાઈ કરી, સ્વચ્છતાનો સંદેશ આપ્યો તથા પ્રભુદર્શન કરી સૌના કલ્યાણની કામના કરી.

--------------------------------------------------------------------

તારીખ ૨૪-૦૧-૨૦૨૪નાં દિને રાષ્ટ્રીય બાળ કન્યા દિવસની શુભકામનાઓ પાઠવી.




દિકરીને આપણે પૂજીએ છીએ, એ આપણાં ભારતના સંસ્કાર છે.
દિકરી છે તો સમસ્ત વિશ્વ છે, દિકરી એ જ દેવી માનું સ્વરૂપ સાકાર છે. 

સૌને રાષ્ટ્રીય બાળ કન્યા દિવસની હાર્દિક શુભકામનાઓ.

-------------------------------------------------------------------

૨૫-૦૧-૨૦૨૪ : સૌ મતદાતાઓને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની "રાષ્ટ્રીય મતદાતા દિવસ"નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.



મતદાન એટલે રાષ્ટ્રની ચેતનાને ઉજાગર કરવાનો, રાષ્ટ્રને નવી દિશા આપવાનો એક અમૂલ્ય અવસર.
આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે દરેક મતદાતાને તેમના હક અને ફરજો પ્રત્યે જાગરૂક બનાવીએ. અવશ્ય મતદાન કરવા માટે પ્રતિબદ્ધ બનાવીએ.
સૌને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ.

------------------------------------------------------------------

 બીલીમોરા ખાતે સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરા દ્વારા આયોજિત 'બ્લડ ડોનેશન કેમ્પના દાન-દાતા' કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી 250થી વધુ બોટલ રકત એકત્ર કરવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા.

91 વખત રક્તદાન કરનાર કૈલાશ સોની,
51 વખત રક્તદાન કરનાર મનીષભાઈ ટેલર, 
23 વખત રક્તદાન કરનાર સાગરભાઈ,
36 વખત રક્તદાન કરનાર નિરવ ટેલર,
50 વખત રક્તદાન કરનાર રોહનભાઈ માસ્ટર 
વગેરે રક્તદાનદાતાશ્રીઓનું સન્માન કરી માનવીય મૂલ્યસભર સેવા બદલ હાર્દિક આભારસહ અભિનંદન પાઠવ્યા.











----------------------------------------------------------

૨૬-૦૧-૨૦૨૪

આજરોજ દેશના ૭૫માં ગણતંત્ર દિવસ પર્વે વાંસદા ખાતે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai જી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું.
 "આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રને વધુ સશકત બનાવવા માટે પ્રેરણા મેળવી." ધારાસભ્યશ્રી: નરેશભાઈ પટેલ

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો એ હાજરી આપી હતી.




--------------------------------------------------------------------

૨૭-૦૧-૨૦૨૪
નાં દિને ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાના સારવણી અને ખેરગામ તાલુકાના ધામધુમા ગામ ખાતે સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તથા સમસ્ત વિસ્તાર માટે આ સબ સેન્ટર ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાનું કેન્દ્ર બની રહે એવી શુભેચ્છાઓ સાથે ઉપસ્થિત સૌ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ,જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઈ આહિર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ચુનીભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા સહિતજિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





--------------------------------------------------------------------

આજરોજ તારીખ ૨૭-૦૧-૨૦૨૪ નાં દિને ખેરગામ તાલુકાના બહેજ ગામ ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹35 લાખના મૂલ્યે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તથા ખેરગામ ખાતે સમસ્ત તાલુકાને ઉપયોગી નીવડે તેવા મિની ફાયર ફાઈટરનું ₹30 લાખના ખર્ચે લોકાર્પણ કર્યું તથા બંને ગામો ખાતે ઉપસ્થિત સૌને મળેલી સુવિધા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, ખેરગામ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, અગ્રણી ચુનીભાઈ, શૈલેષભાઈ ટેલર, નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ રક્ષાબેન પટેલ, ભૌતેશભાઈ કંસારા ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ધર્મેશભાઈ ભરૂચા, જગદીશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના પત્રકાર મિત્રો સહિત ખેરગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.







-------------------------------------------------------------------

ગણદેવી ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ધ.ના.ભાવસાર કુમાર શાળાના 5 નવનિર્મિત ઓરડાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત.

દેશમાં શિક્ષણ સુવિધાઓ જ્યારે ઉચ્ચકક્ષાની બને છે ત્યારે, રાષ્ટ્રનિર્માણનો પાયો નંખાય છે. આજરોજ એવા જ ઉમદા આશયસર ગણદેવી ખાતે ધ.ના.ભાવસાર કુમાર શાળાના 5 નવનિર્મિત ઓરડાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકાર્પણ કર્યું તથા પોતાના સંતાનોને વધુમાં વધુ સારૂ શિક્ષણ આપી ગુજરાત અને દેશનું નામ ઉજ્જવળ બનાવવા માટે ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.







------------------------------------------------------------------

આજરોજ તારીખ ૨૮-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના સરસિયા ખાતે માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી સૌ પશુપાલક ભાઇ-બહેનો સાથે આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબનો #MannKiBaat કાર્યક્રમ નિહાળ્યો તથા ત્યારબાદ શિબિર કાર્યક્રમનો શુભારંભ કરાવીને સૌ તાલીમાર્થીઓને પશુપાલન અન્વયેની અધ્યતન માહિતીઓ અંગે માર્ગદર્શન આપ્યું.








"ગાંધીજી માત્ર દેશના નહીં, સમગ્ર વિશ્વના માર્ગદર્શક છે.
તેમના વિચારો આજે પણ એટલા જ સાર્થક છે જેટલા તેમની હયાતીમાં હતા.મહાત્મા આપણી અંદર જ હોય છે બસ, તેને સત્ય અને અહિંસાના માર્ગે ઉજાગર કરવા પડતા હોય છે." : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ

બાપુને તેમની પુણ્યતિથિ નિમિત્તે સાદર નમન.
____________________________________________




લાખો કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન આપ સદૈવ સ્વસ્થ રહો, માતૃભૂમિની સેવામાં વ્યસ્ત રહો અને શતાયુ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ : ધારાસભ્ય નરેશભાઈ પટેલ 
_____________________________________________

નવસારી જિલ્લાના સંગઠનના હોદ્દેદારો તથા ચુંટાયેલા પદાધિકારીઓની માંગણીને ધ્યાને લઈ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ શ્રી C R Paatil સાહેબ તથા આદરણીય કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai જીનો ખૂબ ખૂબ આભાર તથા સર્વે નવસારીવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ : ધારાસભ્ય નરેશભાઈ પટેલ 

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

Date :9-2-2024 માઈનોર સબ માઇનોર નહેરનું રિનોવેશન ખાતમુહૂર્ત 









આજરોજ ખેરગામ તાલુકાના આછવણી ગામ ખાતેથી આછવણી, પણંજ અને વાડ સહિત આખા ખેરગામ તાલુકાને લાભકર્તા પણંજ માઈનોર-સબ માઈનોર નહેરને જરૂરી સ્ટ્રક્ચર સહિત નવીનીકરણ કરવાના (રીનોવેશન એન્ડ મોર્ડનાઈઝેશન ઓફ પણંજ માઈનોર એન્ડ ઈટ્સ સિસ્ટમ) કામ અંતર્ગત ₹4.42 કરોડના ખર્ચે કુલ 6.40KM લંબાઈમાં સિમેન્ટ-કોંક્રીટ લાઈનીંગ અને જરૂરી સ્ટ્રકચર રીનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરી સમગ્ર તાલુકાના લોકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎


જે અંતર્ગત મારા ગણદેવી વિધાનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો અને લાભાર્થીઓ સાથે ચીખલી ખાતેથી આ ઐતિહાસિક પ્રસંગ નિહાળી પ્રેરણા મેળવી તથા આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરી અભિનંદન પાઠવ્યા.











🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎


આ પ્રસંગે સાથી ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ, જિલ્લા પંચાયતના હોદ્દેદાર શ્રીઓ, પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.














🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎
 

"ચીખલી ખાતે નવનિર્માણ થઈ રહેલા ST ડેપોના કાર્ય દરમિયાન અકસ્માત સર્જાવાના કારણે મજૂરો ઘાયલ થયાની ઘટના દુ:ખદ છે." : ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ 

સમાચાર મળતા જ  ધારાસભ્ય નરેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચીને તમામ જરૂરિયાત અને સગવડો પૂરી પાડવા માટે અધિકારીઓને સૂચન કર્યું તથા આલીપોર હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલા ઘાયલ દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા અને જલ્દીથી સ્વસ્થ થવા માટે શુભકામનાઓ પાઠવી હતી.





🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

આજરોજ તારીખ :૨૩-૦૨-૨ ૦૨૪નાં  દિને ગણદેવી તાલુકાના ઉંડાચ ગામ ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલનાં હસ્તે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રવેશદ્વાર આરોહણ લોકાર્પણ કરવામાં આવ્યું તથા ત્યારબાદ શિવ પરિવાર દ્વારા આયોજિત દસમા ભવ્ય પાટોત્સવમાં ઉપસ્થિત રહી મહાદેવના લઘુરૂદ્ર યજ્ઞમાં આહુતિ અર્પણ કરવાની તેમણે ધન્યતા પ્રાપ્ત કરી અને મહાદેવના શરણે સૌના કલ્યાણની કામના કરી હતી.







🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎


"ખેરગામ તાલુકાના વાડ ગામના ઊંચા બેડા, આંબા ફળિયા ખાતે એક ઘરમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે."  : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ 

આ ઘટનાની જાણ થતા તુરંત જ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચી ઘરમાં વસતા પરિવારને સાંત્વના પાઠવી તથા જરૂરી તમામ સહાય ત્વરિત પહોંચાડવા માટે તંત્રના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.






🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

તારીખ: ૨૫-૦૨-૨૦૨૪નાં દિને  ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલના હસ્તે ચીખલી તાલુકાના ઘેજ ગોડાઉન ફળિયા ખાતે વાડ ફાટક ઘેજ બીડ રોડ તથા ઘેજ નાના ડુંભરીયા રોડના કામનું તથા વાંસદા અને ગણદેવી વિધાનસભાને જોડતા ચીખલી તાલુકાના રૂમલા ખાતે પીપલગભાણ આમધરા મોગરાવાડી રૂમલા રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. 











🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

 

Gandevi: ગોંયદી-ભાઠલા પ્રાથમિક શાળાની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમૃત મહોત્સવ-2024 કાર્યક્રમ યોજાયો.

આજરોજ તારીખ: ૨૫-૦૨-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત ગોંયદી-ભાઠલા પ્રાથમિક શાળાની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમૃત મહોત્સવ-2024 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. 

નરેશભાઈ પટેલે શાળા પરિવાર, વર્તમાન વિદ્યાર્થીઓ, જૂના સૌ વિદ્યાર્થીઓ અને સમગ્ર ગામને આટલા સુંદર આયોજન બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.






🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

તારીખ: ૦૧-૦૨-૨૦૨૪નાં રોજ બીલીમોરા રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા વિશેષ ટ્રેન દ્વારા ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાની 1,344 બહેનો પ્રભુ પરમાત્મા શ્રી રામ લલ્લાના દર્શનાર્થે અયોધ્યાજી યાત્રા પર જવા નીકળ્યા ત્યારે, સ્ટેશન ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આ અદ્ભૂત પવિત્ર યાત્રાનો અવસર દરેક રામભક્તને આપવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબની વિશેષ આભાર અભિવ્યક્તિ સાથે ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું અને સૌ યાત્રાળુ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ, શ્રી જીગ્નેશભાઈ પાટીલ, શ્રી છોટુભાઈ પાટીલ, જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.












🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

તારીખ:૦૩-૦૨-૨૦૨૪નાં દિને  ખેરગામ તાલુકાના ભૈરવી તથા ખેરગામ ગામના વિવિધ 3 રસ્તાઓનું અંદાજિત ₹1.70 કરોડના મૂલ્યે રસ્તાઓની મરામતના કાર્યોનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  ઉપસ્થિત સૌને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને આગામી સમયમાં આ રસ્તા નાગરિક સુવિધાનું મહત્વનું માધ્યમ બને એવી શુભકામનાઓ પાઠવી હતી.






🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎


આ ચેકડેમો થી 292 હેકટર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળશે અને ભૂગર્ભજળ પણ વધશે, આ પ્રસંગે ઉપસ્થિત સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.






🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎


 તારીખ :૦૩-૦૨-૨૦૨૪નાં  દિને આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરતા ચીખલી તાલુકાના રૂમલા ગામે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે  ખુશી ડિજિટલ જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું અને સહુને અભિનંદન પાઠવ્યા હતા.

આ ડિજિટલ જન સેવા કેન્દ્ર થકી રૂમલા તથા આસપાસના ગ્રામજનોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવવા અરજી કરવામાં સરળતા રહેશે એવી આશા વ્યક્ત કરી હતી.













Post a Comment

0 Comments