KHERGAM (VAD):વાડ ગામે ખેરગામ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા.

 

KHERGAM (VAD):વાડ ગામે ખેરગામ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા.

ખેરગામ તાલુકાના વાડ ગામે આવેલ એમ. સી.એલ. પટેલ હાસ્કૂલમાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી મામલતદાર ડી.સી. બાહ્મણકાચ્છના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી પ્રાસંગિક ઉદ્દબોધન કરવા સાથે ખેરગામ તાલુકાના વિકાસનાં કામોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિનાં ગીતો ઉપર પીરામિડ ડાન્સ આદિવાસી નૃત્ય, ગરબા સહિતની રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને દેશપ્રેમના રંગમાં તરબોળ કર્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, સરપંચ અંજલીબેન, ચેતનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, વાડ સંચાલક મંડળના પ્રમુખ લલ્લુભાઈ, વાડ મુખ્ય શાળાનાં આચાર્ય કિરીટભાઈ તથા સ્ટાફ, માધ્યમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જનતા માધ્યમિક શાળાના વિપુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય મયૂરભાઈ પટેલે આભારવિધિ કરી હતી.



Post a Comment

0 Comments