Khergam : જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધામાં ખેરગામના બે દોડવીર ઝળક્યા.

  Khergam : જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધામાં  ખેરગામના બે દોડવીર ઝળક્યા.                         .               

રમતગમત  યુવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારી  નવસારી સંચાલિત જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન યોગા અને એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી ખેરગામ તાલુકામાંથી બે રમતવીરો એ ભાગ લીધો હતો. 

જેમાં ખેરગામ કુમાર શાળાના નિવૃત્ત શિક્ષક મણિલાલભાઈએ 800 અને 1500 મી દોડમાં ભાગ લઈ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. જયારે   ખેરગામ નાધઈ વાળીફળિયાના S.T.  નિવૃત્ત કર્મચારી એવા બાબુભાઈ પટેલે 200મી, 400મી અને 800મી દોડની સ્પર્ધામાં ભાગ લઈ ત્રણેય ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા બની ખેરગામ ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું. 

હવે પછી તેઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. તેઓ અગાઉ પણ સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમા વિજેતા બની ચૂકયા છે હવે તેઓ બંને ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના પૂના બાલવાડી ખાતે જશે.

Post a Comment

0 Comments