Khergam : ખેરગામ રામોત્સવ ભવ્ય ઉજવણી અને શોભાયાત્રાને મુસ્લિમ સમાજે વધાવી કોમી એખલાસ અને ભાઈચારાના દર્શન કરાવ્યા.


Khergam : ખેરગામ  રામોત્સવની ભવ્ય ઉજવણી અને શોભાયાત્રાને મુસ્લિમ સમાજે વધાવી કોમી એખલાસ અને ભાઈચારાના દર્શન કરાવ્યા.

૫૦૦ વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી સમગ્ર દેશમાં  હિન્દુઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેરગામ તાલુકાનું મુખ્ય મથક ખેરગામ ખાતે આવેલા ૧૩૦ વર્ષ પૌરાણિક મંદિર ખાતે સવારથી જ રામભક્તો ભગવાન શ્રીરામને અભિષેક કરવાની સાથે પૂજાઅર્ચના યજ્ઞ જેવા અનેક ધાર્મિક પ્રસંગો ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યા હતા. સાથે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ અહીં મોટી ટીવી સ્ક્રીન ઉપર હજારોની સંખ્યામાં રામભક્તોએ નિહાળ્યું હતું. 

આ પ્રસંગે માજી મંત્રી અને ધારાસભ્ય નરેશ પટેલે પણ રામજી મંદિર ખાતે આવી રામજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે તેમણે ભવ્ય કાર્યક્રમનું આયોજન જોતા તેમણેઆયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. 

ત્યારબાદ રામ ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી ખેરગામ સમગ્ર બજાર એપીએમસી માર્કેટ તેમજ ચિકન મટનની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખી ભગવાન શ્રીરામના કાર્યક્રમમાં સહયોગ કર્યો હતો. તા.૨૧મીએ ખેરગામ રામજી મંદિરથી રવિવારે સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મેઈન બજાર થઈ ઝંડાચોક, દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ, ચાર રસ્તા આંબેડકર સર્કલ સહિતના વિસ્તારોમાં ભજન કીર્તન સાથે ફેરવવામાં આવી હતી. 

ખેરગામ ઝંડાચોક સ્થિત મસ્જિદ ખાતે શોભાયાત્રા આવી પહોંચતા મુસ્લિમ સમાજ અને વહોરા સમાજના અગ્રણીઓએ શોભાયાત્રામાં સામેલ હિન્દુ સમાજના આગેવાનોનું ઠંડા પીણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે કોમી એખલાસભર્યો અને ભાઈચારાનો માહોલ સર્જાયો હતો.

Post a Comment

0 Comments