વડ સાવિત્રીએ ખેરગામનાં નાંધઈ મંદિરે મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરી

વડ સાવિત્રીએ ખેરગામનાં નાંધઈ મંદિરે મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરી

ખેરગામ |21-06-2024નાં રોજ વડ સાવિત્રી ના મહાપર્વ નિમિત્તે ખેરગામ તાલુકાનાં નાંધઈ ગામના ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે  મોટી સંખ્યામાં પરણિત મહિલાઓએ પુરા ભક્તિભાવ પૂર્વક પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરી હતી. વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વડ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આજરોજ વડ સાવિત્રીના મહાપર્વ નિમિત્તે ખેરગામ તાલુકાનાં નાંધઈનાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પરણિત મહિલાઓએ પુરા ભક્તિભાવ પૂર્વક પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરી હતી


Post a Comment

0 Comments