Khergam: કન્યાશાળા ખેરગામ ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.

   

Khergam: કન્યાશાળા ખેરગામ ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.

તારીખ : ૨૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ કન્યા  શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામના મહિલા અગ્રણી જિજ્ઞાબેન પટેલના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગના અને ઉચ્ચત્તર વિભાગના બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ રમકડાઓનું નિર્માણ કરવામાં આવ્યાં હતાં. જેનું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી કાર્તિક પટેલ, એસ.એમ.સી.નાં સભ્યો અને શિક્ષકો સહિત બાળકો જોડાયાં હતાં. કન્યા શાળા ખેરગામનાં આચાર્યશ્રી ભરતભાઈ સુથાર દ્વારા ભાગ લીધેલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.
















Post a Comment

0 Comments